શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોત્તેજક યુવક મંડળ
“વિના શિક્ષણ નહીં ઉદ્ધાર” નું સુત્ર આ સંસ્થાએ જ આપેલું છે. આ સુત્ર ને સાકાર કરવા માટે આપણી જ જ્ઞાતિના અનેક વ્યક્તિઓનો શારીરિક, માનસિક અને આર્થિક ફાળો રહ્યો છે. આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવા ફક્ત ૧૦ રૂપિયાનાં ફાળાથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારે પહેલી વખત જેમણે ૧૦ રૂપિયાનો ફાળો આપ્યો છે તેને અને આજ દિવસ સુધીમાં આ સંસ્થાને જેણે જેણે આર્થિક યોગદાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરતાં હાલનાં સંચાલકો હર્ષની લાગણી અનુભવે છે. આ સંસ્થા કાયમ માટે દાતાશ્રીઓની ઋણી રહેશે.
જ્ઞાતિ પોતાનું મસ્તક ઊંચું રાખીને ગૌરવ લઈ શકે તેવી વિરલ વ્યક્તિઓ આ સંસ્થાની અમૂલ્ય સહાયથી સમાજ જીવનમાં ઉપસી છે તે જ બતાવે છે કે આ સંસ્થા કેટલી મહાન છે.
આપણી જ્ઞાતિના ગૌરવ સમાન ગણાય તેવી આપણા સમાજની સભ્ય અને સુસંસ્કૃત વ્યક્તિઓ એક યા બીજી રીતે આ સંસ્થાની ઋણી છે.
પોરબંદર પંથકમાં આપણી જ્ઞાતિ એક વિકસિત અને મજબૂત જ્ઞાતિ તરીકે આગળ આવી છે.
મંતવ્ય
કાર્ય વિશે સમાજની લાગણીઓ
શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોત્તેજક યુવક મંડળ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત કાર્યરત છે. તેમની પ્રવૃત્તિઓ યુવાઓમાં આત્મવિશ્વાસ અને સમાજ સેવા પ્રત્યેનું સમર્પણ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વનિતાબેન સ્થાનકીયા - VANITABEN STHANAKIYA
આ મંડળ માત્ર એક સંસ્થા નથી પરંતુ સમાજને જોડતી એક શક્તિ છે. પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય રાખીને તેઓ યુવાઓને પ્રેરણા અને નવી દિશા આપે છે.”.
વેણીલાલ મોઢા - VENILAL MODHA
મંડળ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક સહાય કાર્યક્રમો અને સામાજિક પહેલો યુવાઓ માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે. સમાજના સર્વાંગી વિકાસ માટે તેમનો પ્રયત્ન હંમેશા પ્રશંસનીય રહ્યો છે.”.
નિમિષાબેન જોશી - NIMISHABEN JOSHI
શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોત્તેજક યુવક મંડળ સાથે જોડાઈને સમાજ પ્રત્યે સેવા અને જવાબદારીની ભાવના વધારે મજબૂત બને છે. શિક્ષણને પ્રાથમિકતા આપતી તેમની વિચારસરણી ભવિષ્ય માટે આશાવાદી બનાવે છે
ધવલભાઈ જોશી - DHAVALBHAI JOSHI
આ મંડળ દ્વારા આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ અને સેવાકાર્યો સમાજમાં એકતા અને સહકારની ભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવાશક્તિને સકારાત્મક દિશામાં આગળ વધારવા માટે તેમનું સમર્પણ ખરેખર વખાણવા જેવું છે.”.